[12/25, 10:35 AM] +91 98241 74479: હવે સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી જલ્દી જ શરૂ થશે સુરત મ.પાલિકા દ્વારા ટેન્ડર મગાવવામાં આવ્યા : ૮૦૫ કરોડના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે, ૩૦ મહિનાની અંદર મેટ્રોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે
સુરત : સુરતમાં મેટ્રો તેમની કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા જેમાં રૂ 805 કરોડના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યા છે આ મેટ્રો પ્રોજેક્ટ 30 મહિનાની અંદર મેટ્રો ની કામગીરી પૂર્ણ કરવામાં આવશે સુરત શહેરમાં મેટ્રો ની કામગીરી ત્રણ અલગ-અલગ ફેઝમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેમાં સૌથી પહેલા 11.6 કિલોમીટર મ કાદરશાની નાળ થી ડ્રિમ સિટી વચ્ચેના 10 એલિવેટેડ સ્ટેશન બનશે મેટ્રોના પહેલા ફેઝમાં માટે ૧૧ કિલોમીટર એલિવેટડ રૂટ અને 10 સ્ટેશન ના કામ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ફાઈનાન્સિયલ બીડ ખોલવામાં આવ્યા હતા જેમાં સદભાવ અને એસપી સિંગલા જોઇન્ટ વેન્ચર કંપનીની પહેલા નંબર પર આવી ગઈ હતી
જ્યારે એલ એન્ડ ટી બીજા નંબર પર આવી છે જેમાં કુલ છ મોટી કન્સ્ટ્રકશન કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા જેમાં એક કંપની એક કપની ટેન્ડર disqualified (ડિસ્ક્વોલિફાય) થઈ હતી જેમાં સદભાવ એસ.પી સિંગલા કંપની નું ટેન્ડર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું અને સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી આગામી જાન્યુઆરી 2021 માં શરૂ થશે પહેલા ફેઝ માં 10 એલિવેટેડ ફેશન આવશે સુરત મેટ્રો ની યોજના પહેલા ની મેટ્રો લાઇન એકમાં 21.61 કિલોમીટરની લાઈન હશે જેમાં સૌથી પહેલા11.6 કિલોમીટર કાદરશાની નાળ થી ડ્રીમસિટી વચ્ચે 10 એલિવેટેડ સ્ટેશન બનાવવામાં આવશે ગુજરાત મેટ્રો રેલ દ્વારા 1 જૂનથી 11.6 કિલોમીટર માટે 805.356 કોરોના કામનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં 11.6 કિલોમીટર એલિવેશન રોડની વેલ્યુ ૮૦૫ કરોડ નક્કી કરાઇ હતી જે કંપનીનું ટેન્ડર પાસ થયું છે તેને 30 મહિનાની અંદર મેટ્રો પ્રોજેક્ટ કરવાનો રહેશે કંપની દ્વારા આગામી જાન્યુઆરી મહિનામાં મેટ્રો રેલ નો પ્રોજેક્ટ શરૂ કરવાની હિલચાલ શરૂ કરી દેવામાં આવી છે
[12/25, 10:35 AM] +91 98241 74479: રાજ્યમાં શાળાઓ ખોલાશે ? શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન : કહ્યું હાઇપાવર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણંય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું 'શાળાઓ ખોલવાની જ છે, અમદાવાદ : રાજ્યમાં શાળા ખોલવા બાબતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુંશાળાઓ ખોલવાની જ છે, હાઇ પાવર કમિટીના નિર્ણય બાદ શાળાઓ ખુલશે.' ક્યારે શાળા ખોલવી તે બાબતે શિક્ષણ મંત્રીનો ગોળ ગોળ જવાબ આપ્યો હતો. મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે તેવું રટણ કર્યું હતુંશાળા ખોલવા કે ન ખોલવા અંગે સરકારે ઝડપી નિર્ણય લેવા વાલીઓએ અપીલ કરી રહ્યા છે. ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 3 દિવસ અગાઉ કહ્યું હતું કે, ગુજરાતમાં હાલ શાળા શરૂ કરવા અંગે કોઇ વિચારણા નહીં. માસ પ્રમોશન અંગે પણ સરકારનો કોઇ નિર્ણય નહીં. યોગ્ય સમયે નિર્ણય લેવાશે, હાલ કોઇ ચર્ચા નહીં
[12/25, 10:35 AM] +91 98241 74479: મહાપુરુષનું મહાપ્રયાણ : રબારી સમાજના ગુરૂગાદી તરભના ધર્મ ગુરુ પૂ,બળદેવ ગીરીજી બાપુ બહ્મલીન થયા : ઘેરો શોક તબિયત વધારે બગડતા તેઓને આખરે અમદાવાદ હોસ્પિટલેથી તરભ લવાયા હતા : સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓ પણ તેમના ખબર અંતર લેવા તરભ પહોંચ્યા હતા અમદાવાદ : રાજ્યના સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા તરભ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરી બાપુ બ્રહ્મલીન થયા છે ગઈકાલે તેઓની તબીયત લથડતા સમસ્ત રબારી સમાજમાં દુખની લાગણી છવાઈ ગઈ છે. સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓ પણ તેમના ખબર અંતર લેવા તરભ પહોંચ્યા હતામહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરભ ગામ ખાતે આવેલ વાળીનાથ અખાડાને સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી ગણવામાં આવે છે. અહીં ગુરૂગાદીના મહંત બલદેવગિરી બાપુની છેલ્લા કેટલાક સમયથી તબીયત ખરાબ હતી, જેને પગલે તેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેમની તબીયત વધારે લથડતા આખરે તેમને તરભ ખાતે લાવવામાં આવ્યા હતા .
[12/25, 10:35 AM] +91 98241 74479: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ સક્રિય : 25 સભ્યોનો કો ઓર્ડિનેશન કમિટી બનાવાઈ : વિવિધ સમિતિની રચના : અર્જુન મોઢવાડીયા કંપેઇન સમિતિના ચેરમેનપદે ધોષણાપત્રના દિપક બારીયા અને સ્ટ્રેટેજી કમિટીના ભરતસિંહ સોલંકી ચેરમેન : સિદ્ધાર્થ પટેલ ચૂંટણી મેનેજમેન્ટ અને ડો, તુષાર ચૌધરી મીડિયા અને પબ્લિસિટી કમિટીના ચેરમેન : કાદિર પીરઝાદા પોગ્રામ ઈમ્પલેમેંશન સાંભળશે અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ સક્રિય બની છે ચૂંટણી માટે 25 જેટલા સભ્યોનો કો ઓર્ડિનેશન કમિટી બનાવાઈ છે જેમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ , પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી ,કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, મોહનસિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોર,ધારાસભ્યો પુંજાભાઈ વંશ,શૈલેષ પરમાર,વિક્રમ માડમ, તેમજ ચંદ્રિકાબેન ચુડાસમા,કરશભાઈ સોનેરી,પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ પરમાર,ગૌરવ પંડ્યા,નરેશ રાવલ,સાગર રાયકા,ધારાસભ્ય વી,ડી,ઠુંમર સહિતના નેતાઓ છેઆ ઉપરાંત સ્થાનિક માટે વિવિધ સમિતિની રચના કરાઈ છે, જેમાં ર્જુન મોઢવાડીયા કંપેઇન સમિતિના ચેરમેનપદે,ધોષણાપત્રના દિપક બારીયા અને સ્ટ્રેટેજી કમિટીના ભરતસિંહ સોલંકી ચેરમેન : સિદ્ધાર્થ પટેલ ચૂંટણી મેનેજમેન્ટ અને ડો, તુષાર ચૌધરી મીડિયા અને પબ્લિસિટી કમિટીના ચેરમેન : કાદિર પીરઝાદા પોગ્રામ ઈમ્પલેમેંશન સાંભળશે
[12/25, 10:35 AM] +91 98241 74479: નાઈટ કરફ્યુ લંબાવવા મુદ્દે કોર કમિટીની બેઠકમાં નિણર્ય લેવાશે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યું રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવાયું હતું કે 22મી ડિસેમ્બર સુધીમાં માસ્ક અને કોરોનાથી બચાવના નિયમોનું પાલન ન કરનાર લોકો પાસેથી 116 કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.અમદાવાદ : ઉત્તરાયણ પર્વ દરમિયાન કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેના યોગ્ય પગલાં લેવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ જનરલને રાજ્ય સરકાર પાસેથી સૂચનો મેળવવાનો આદેશ કર્યો છે નાઈટ કરફ્યુ મુદ્દે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે હાલ નાઈટ કરફ્યુ 31મી ડિસેમ્બર સુધી લાગુ કરવાની સૂચના છે, જોકે તેને લંબાવવામાં આવશે તેવી પુરી શકયતા છે. નાઈટ ફરફ્યુ ખાસ લંબાવવા મુદ્દે આગામી 24 કલાકમાં કોર કમિટીની બેઠકમાં નિણર્ય લેવામાં આવશે.
[12/25, 10:35 AM] +91 98241 74479: સરકાર લોકોના નિરાશ થવાની ચિંતા ન કરે,લોકો એકવર્ષ પછી પણ તહેવાર ઉજવી શકે છે :હાઇકોર્ટ 25મી ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી અને ઉત્તરાયણના પર્વ નિમિત્તે કોરોની સ્થિતિ ન વણસે તેના માટે રાજ્ય સરકાર તકેદારી રાખે અમદાવાદ : ઉત્તરાયણ પર્વ દરમિયાન કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેના યોગ્ય પગલાં લેવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ જનરલને રાજ્ય સરકાર પાસેથી સૂચનો મેળવવાનો આદેશ કર્યો છે. 25મી ડિસેમ્બરથી 2 જાન્યુઆરી 2021 સુધી અને ખાસ કરીને ઉત્તરાયણના પર્વ નિમિત્તે કોરોની સ્થિતિ ન વણસે તેના માટે રાજ્ય સરકાર તકેદારી રાખે તેવું કોર્ટે અવલોકન કર્યું હતુંગુજરાત હાઈકોર્ટે એડવોકેટ જનરલને ભારપૂર્વક કહ્યું હતું કે સરકાર લોકોના નિરાશ થવાની ચિંતા ન કરે. લોકો 1 વર્ષ પછી પણ તહેવાર ઉજવી શકે છે. ઉત્તરાયણ દરમિયાન કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જરૂરી નિર્દેશ જારી કરવામાં આવે તેવી માંગ કરતી જાહેરહિતની અરજી પર સમયના અભાવે સુનાવણી થઈ શકી નહીં પરંતુ 8મી જાન્યુઆરીના રોજ સાંભળવામાં આવશે. હાઈકોર્ટે આ મુદ્દે એડવોકેટ જનરલને સરકાર પાસેથી નિર્દેશ લેવાનો આદેશ કર્યો છેનાઈટ કરફ્યુ મુદ્દે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે હાલ નાઈટ કરફ્યુ 31મી ડિસેમ્બર સુધી લાગુ કરવાની સૂચના છે, જોકે તેને લંબાવવામાં આવશે તેવી પુરી શકયતા છે. નાઈટ ફરફ્યુ ખાસ લંબાવવા મુદ્દે આગામી 24 કલાકમાં કોર કમિટીની બેઠકમાં નિણર્ય લેવામાં આવશે.રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવાયું હતું કે 22મી ડિસેમ્બર સુધીમાં માસ્ક અને કોરોનાથી બચાવના નિયમોનું પાલન ન કરનાર લોકો પાસેથી 116 કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.
Comments
Post a Comment